dada bhagwan aaho aaho e mahavirne şarkı sözleri
અહો અહો એ મહાવીરને
અહો અહો એ મહાવીરને
અહો અહો એ મહાવીરને
વીતરાગ વર્ત્યા તેજોલેશ્યા
અહો અહો એ મહાવીરને
વીતરાગ વર્ત્યા તેજોલેશ્યા
નિર્દોષ ભાળ્યું જગતને નિર્દોષ વર્ત્યા સતિવેશ્યા
અહો અહો એ મહાવીરને
વીતરાગ ટાંકણે ઘડયો ગોશાલક ઘડયો ગોશાલક
દુગ્ધ અમીએ પોષ્યું બાળક પોષ્યું બાળક
છતાં ઉપસર્ગે વર્ત્યો વીતરાગ
છતાં ઉપસર્ગે વર્ત્યો વીતરાગ
ધન્ય તીર્થંકરી કરુણાળ
ધન્ય તીર્થંકરી કરુણાળ
અહો અહો એ મહાવીરને
મહાવીરને મલ્યો એક ગોશાલક એક ગોશાલક
દાદા તુજ ને મલ્યા મલ્યા અનેક મલ્યા અનેક
એ વીતરાગતા આજ મેં ચાખી
એ વીતરાગતા આજ મેં ચાખી
હું તું તીર્થંકર બન્યા અભેદ
હું તું તીર્થંકર બન્યા અભેદ
અહો અહો એ મહાવીરને
જે પદ પામ્યા સર્વજ્ઞ આજ સર્વજ્ઞ આજ
નિશ્ચે પામીશ હું તે કાલ હું તે કાલ
તીર્થંકર બની સમર્થ બનું
તીર્થંકર બની સમર્થ બનું
જગ કલ્યાણ એ જ મુજ એકમેવ સવાલ
જગ કલ્યાણ એ જ મુજ એકમેવ સવાલ
અહો અહો એ મહાવીરને
ધન્ય ધન્ય આજ નીરુ તને નીરુ તને
ભરી સભામાં ઝાલ્યો તેં હાથ ઝાલ્યો તેં હાથ
આવો ધીંગ ધણી ન મલ્યો કોઈ દી
આવો ધીંગ ધણી ન મલ્યો કોઈ દી
આ પામર પર અહો ઉપકાર
આ પામર પર અહો ઉપકાર
અહો અહો એ મહાવીરને
મલ્યું રાજ બ્રહ્માંડનું આજ બ્રહ્માંડનું આજ
ભયો ભયો આ ભવ પૂર્ણ કામ પૂર્ણ કામ
ધન્ય ધન્ય નયન મુજ છલકાય
ધન્ય ધન્ય નયન મુજ છલકાય
ચૌદ લોકી નાથ એ જ મુજ નાથ
ચૌદ લોકી નાથ એ જ મુજ નાથ
અહો અહો એ મહાવીરને
દાદા સર્વથા અસમર્થ પ્રતિ ઉપકાર અસમર્થ પ્રતિ ઉપકાર
વર્તુ ભવોભવ આજ્ઞાધીન આજ્ઞાધીન
સેવક સેવ્ય અભેદ કરુણાળ
સેવક સેવ્ય અભેદ કરુણાળ
તીર્થંકરી નૂર આ જ પ્રમાણ
તીર્થંકરી નૂર આ જ પ્રમાણ
અહો અહો એ મહાવીરને
વીતરાગ વર્ત્યા તેજોલેશ્યા
અહો અહો એ મહાવીરને
વીતરાગ વર્ત્યા તેજોલેશ્યા
નિર્દોષ ભાળ્યું જગતને નિર્દોષ વર્ત્યા સતિવેશ્યા
અહો અહો એ મહાવીરને
અહો અહો એ મહાવીરને
અહો અહો એ મહાવીરને