dada bhagwan aho aho dada termi (ap 13) şarkı sözleri

અહો અહો દાદા તેરમી આપ્તવાણી ગજબની ફૂટી આ તો મોક્ષ સરવાણી અહો અહો દાદા તેરમી આપ્તવાણી ગજબની ફૂટી આ તો મોક્ષ સરવાણી અહો અહો દાદા બે ઘડીમાં જ અક્રમે મુજ પ્રજ્ઞા પ્રગટાણી રાગ દ્વેષ ભગાડે તુજ વીતરાગ વાણી કરે મેલું ને ચોખ્ખું એ જ પુદ્ગલાણિ જ્ઞાન અજ્ઞાન તણી ભેદરેખા તાણી જ્ઞાન દર્શન ચારિત્ર માં ઠોઠને આણી અહીં જ્ઞાન દર્શન ની વ્યાખ્યા સમજાણી અક્રમની સિદ્ધિ તીર્થંકરોએ વખાણી અક્રમની સિદ્ધિ તીર્થંકરોએ વખાણી જ્ઞાતા દ્રષ્ટા માંથી જ્ઞાયકતા વર્તાણી જ્ઞાતા દ્રષ્ટા માંથી જ્ઞાયકતા વર્તાણી એક પુદ્ગલ જોતાં વીર દશાની લ્હાણી ગજબ નિરાલંબતા અનુભવાણી હું બાવો મંગળદાસથી મૂળ દ્રષ્ટિ પકડાણી ગજબ કરી તે તો અર્પી દાદા વાણી તમામ દુઃખો તુજ પ્રેમમાં ડૂબાણી યુગો યુગોની તરસ દાદે છીપાણી દુઃખમાં સબડતાંને અક્રમની ઉજાણી દુઃખમાં સબડતાંને અક્રમની ઉજાણી તારી કરુણા દરેક પર ઢોળાણી તારી કરુણા દરેક પર ઢોળાણી ન હાલે પરમાણુ દશા વર્તાણી શું અર્પું ક્ષત્રિયને કદિ કંઈ ન લેવાણી આવો દાદો મળ્યો મને આશ્ચર્ય સર્જાણી અનંત ભવો કપાયા એ જ મોક્ષ કમાણી બ્રહ્માંડનો સ્વામી છતાં લઘુ દશા દેખાણી તેથી જ તુજ છબી સહુ હૃદે સમાણી નથી તને ખેવના કોઈ તું જગત કલ્યાણી સમર્પું ચરણે જગે તેરમી આપ્તવાણી સમર્પું ચરણે જગે તેરમી આપ્તવાણી અહો અહો દાદા તેરમી આપ્તવાણી ગજબની ફૂટી આ તો મોક્ષ સરવાણી અહો અહો દાદા
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 7:09
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı