dada bhagwan akha jag nu şarkı sözleri

આખા જગનું વિષયજ્ઞાન આખા જગનું વિષયજ્ઞાન બુદ્ધિમાં જ સમાય (૨) અહંકાર સહિતનું જ્ઞાન બુદ્ધિ નિશ્ચે બુદ્ધુ થાય આખા જગનું વિષયજ્ઞાન બુદ્ધિમાં જ સમાય હું નું નિરઅહંકારી જ્ઞાન જ્ઞાન કહેવાય (૨) કેવળજ્ઞાન જાણ્યા પછી રહે ન બાકી લગાર બુદ્ધિ સદ્ ને વિપરીત ભવ પાયો પાકો કરે ભવોભવ આંટા થકી સમ્યક્ મુક્તિ દાન લહે આખા જગનું વિષયજ્ઞાન બુદ્ધિમાં જ સમાય જ્ઞાન સૂર્ય સો સો સમક્ષ બુદ્ધિ કોડિયું ટમટમે (૨) બુદ્ધિબેન વળાવી દ્યો જ્ઞાન પામવાની સમે બુદ્ધિની વૃદ્ધિ થયે બળાપોય વધતો જાય ચાર ને ચોવીસની મા મર્યે ચોવીસ અધમૂંવો થાય આખા જગનું વિષયજ્ઞાન બુદ્ધિમાં જ સમાય શેઠિયાની નીંદર હરે મજૂર પરણે નીંદરદેવી (૨) જમતા જાય શેઠ કારખાને સોના હિંડોળે શેઠાણી લબાડ બુદ્ધિ નંગોડ કહી સર્વજ્ઞ જ્ઞાની સંજ્ઞા મહીં મોક્ષમાર્ગ મૂકાવે મૂંઈ સંસાર વૃદ્ધિ કરાવે સહી આખા જગનું વિષયજ્ઞાન બુદ્ધિમાં જ સમાય જ્ઞાની પરણે પ્રજ્ઞાદેવી બુદ્ધિ વળાવે પિયરે (૨) મ્યાન એક તરવાર બે કેમે કરી સાથે રહે બુદ્ધિ પ્રકાશ છે ઈન્ડિરેક્ટ માધ્યમ મહીંથી આવે જેવું માધ્યમ ભાળિયું તે રંગે રંગ દેખાય આખા જગનું વિષયજ્ઞાન બુદ્ધિમાં જ સમાય જ્ઞાન પ્રકાશ તો છે ડિરેક્ટ જેમ છે તેમ દેખાય (૨) ભ્રાંતિ રહિત ચેતન શુદ્ધ સર્વત્ર સરખું ભળાય જ્યમ પ્રકાશ મોટર વધ્યે ભાળે જીવડાં અંધારે ભ્રાંતિ બુદ્ધિ કર્તા પદે સ્વને જ દોષી માને આખા જગનું વિષયજ્ઞાન બુદ્ધિમાં જ સમાય હું જુદો જીવડાં જુદા જીવ જુદા જુદો પ્રકાશ (૨) સૂક્ષ્મતમ હળવો ફૂલ મારે એ બુદ્ધિ ઉજાશ બુદ્ધિ આશયમાં ભર્યું જ્ઞાન દર્શન આધાર ગત રૂપકમાં આવિયું અવસ્થિતનું વ્યવસ્થિત આખા જગનું વિષયજ્ઞાન બુદ્ધિમાં જ સમાય અહંકાર સહિતનું જ્ઞાન બુદ્ધિ નિશ્ચે બુદ્ધુ થાય (૨) આખા જગનું વિષયજ્ઞાન બુદ્ધિમાં જ સમાય
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 7:36
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı