dada bhagwan guru purnima 2022 şarkı sözleri
દાદા આવ્યા મારા જ્ઞાની આવ્યા અક્રમ વિજ્ઞાની આવ્યા રે
વિરહો વિરામવાને પ્રેમે પ્રત્યક્ષ આવ્યા રે

હૈયા હરખ્યા હર્ષ અશ્રુ છલક્યા મોક્ષના દાની આવ્યા રે
પોતે પમાડવાને ગુરુ પૂનમે આવ્યા રે

આંખો ધરાશે હવે દર્શન થાશે હવે તૃપ્ત થાશે હ્રુદિયા
જ્ઞાન પિપાસાઓ મહાત્માની આશાઓ ભાવો રંગ લાવીયા
વાદળી વરસી હવે ધરતી તરસી રહે ક્યાં
ભવસર તારવાને જગ કલ્યાણી આવ્યા રે
આ પૂનમ કેટલી અમાસો વટાવી આવી છે
આ કિરણ ગાઢ અંધારાઓને ચીરીને આવ્યું છે
દાદા આવ્યા મારા જ્ઞાની આવ્યા અક્રમ વિજ્ઞાની આવ્યા રે
વિરહો વિરામવાને પ્રેમે પ્રત્યક્ષ આવ્યા રે
હૈયા હરખ્યા હર્ષ અશ્રુ છલક્યા મોક્ષના દાની આવ્યા રે
પોતે પમાડવાને ગુરુ પૂનમે આવ્યા રે
આનંદ ઉલ્લાસે મનમયુર થનગને છે
વંદુ સાષ્ટાંગે આજ
ઉગ્યો સોનેરી સૂરજ ઉગમણે
પૂર્ણ પૂનમની રાત
કેવળજ્ઞાન સ્વરૂપમાં રહીને
પૂરે શક્તિઓ ખાસ
દેવીદેવોને પણ દુર્લભ જે
આજે આપણી પાસ
ખોટ ના ખાઇએ ચૂકીએ ના હવે એને
કામ કાઢી પાર ઉતરીએ હવે
ચૌદલોકના ઐશ્વર્યનો જે ચરણ કમળમાં વાસ
એ અંગુઠે નમીને
કેવળ મોક્ષ હવે
બીજું કંઈ ન ખપે
એ જ અંતિમ આશ