dada bhagwan hraday sitar şarkı sözleri
હૃદય સિતાર જ્યાં
માતૃ હૃદય ઉવાચ
હૃદય સિતાર જ્યાં છેડાઈ તૂટ્યો ત્યાં તાર જ પહેલો
હૃદય સિતાર જ્યાં છેડાઈ તૂટ્યો ત્યાં તાર જ પહેલો
નથી કોઈ પૂછતું કેમ તૂટ્યો હથોડા મારે તૂટ્યા પર જો
હથોડા મારે તૂટ્યા પર જો
નથી દૃષ્ટિ એ નાજુકતા પર નથી કોઈ જોતું કોમળ હૃદય
નથી કોઈને સાંધવાની પડી નથી કોઈ જોતું ટુકડાને
નથી કોઈ જોતું ટુકડાને
હૃદય સિતાર જ્યાં છેડાઈ
જગત જોતું નથી તુજ હૃદય સહુ પડ્યા પોતાની ચિંતામાં
જગત જોતું નથી તુજ હૃદય સહુ પડ્યા પોતાની ચિંતામાં
નથી કોઈ સાંભળનારો જ્યાં ત્યાં શાને રુએ બોલે તું
છતાં માનું હૃદય ઝંખે સદાય સ્તોત્ર વહેતો રહે
ઝીલે ના ઝીલે કોઈ સુપુત્તર સુણે યા ન સુણે વાત્સલસૂર
સુણે યા ન સુણે વાત્સલસૂર
હૃદય સિતાર જ્યાં છેડાઈ
નથી તુજ મા ખોવાઈ ઓ મુજ બાળ તુજ ભાવ મા સદા જીવંત
નથી તુજ મા ખોવાઈ ઓ મુજ બાળ તુજ ભાવ મા સદા જીવંત
પલ બે પલ નજર જો મીલાવ અમી દૃષ્ટિના પી લે પાન
ક્ષણિક સંજોગોવશાત્ મુખડું માએ ફેરવી લીધું
રખે તું ઊંધું સમજી લે હૃદય તુજ સન્મુખ સદા રહેતું
હૃદય તુજ સન્મુખ સદા રહેતું
હૃદય સિતાર જ્યાં છેડાઈ
તું છે માનો પ્રથમ નયન તારો પછી છે આભના તારા
તું છે માનો પ્રથમ નયન તારો પછી છે આભના તારા
આજે છે સદા રહેશે માની હૃદય ગુફામાં સેફ
તું સમજે છે છતાંયે કેમ નથી વાંચી શકાતો એ પ્રેમ
અચરજ એ જ આજ મૂંઝવે મુખડું કેમ તું ફેરવે
મુખડું કેમ તું ફેરવે
હૃદય સિતાર જ્યાં છેડાઈ
છતાં યે તારી પીઠને પણ સદા પાતી રહીશ નયણ ધાવણ
છતાં યે તારી પીઠને પણ સદા પાતી રહીશ નયણ ધાવણ
આ અંતરની વાચા છે નથી ત્યાં કોઈ માધ્યમનું આવરણ
નથી જ્યાં શબ્દો સરતા નથી જ્યાં દૃષ્ટિ કામ કરતી
ત્યાં કલમે યારી દીધી જો વાંચી લે હૃદય ભાવો
વાંચી લે હૃદય ભાવો
હૃદય સિતાર જ્યાં છેડાઈ તૂટ્યો ત્યાં તાર જ પહેલો
નથી કોઈ પૂછતું કેમ તૂટ્યો હથોડા મારે તૂટ્યા પર જો
હથોડા મારે તૂટ્યા પર જો
હૃદય સિતાર જ્યાં છેડાઈ