dada bhagwan jagatno prem şarkı sözleri
જગતનો પ્રેમ સ્વાર્થી છે
જગતનો પ્રેમ સ્વાર્થી છે નથી ક્યાંયે સાચો પ્રેમ

પતિપત્નીમાં સ્વારથ છે નથી કઈ અન્ય આસક્તિ વિણ

જ્યાં દેખે સામસામી દોષ ત્યાં કયાંથી હોય સાચો પ્રેમ

ખરો પ્રેમી તો કાપો તો ય કદિ ના ઉંહકારો ભરે
ખરો પ્રેમી તો કાપો તો ય કદિ ના ઉંહકારો ભરે
જગતનો પ્રેમ સ્વાર્થી છે નથી ક્યાંયે સાચો પ્રેમ
જે વધઘટ થાય તે આસક્તિ ચઢે ઊતરે એ પલ પલમાં

અઘટવધ પ્રેમ તે સાચો પ્રેમ સ્વયં પરમાતમાનું સ્વરૂપ
અઘટવધ પ્રેમ તે સાચો પ્રેમ સ્વયં પરમાતમાનું સ્વરૂપ
જગતનો પ્રેમ સ્વાર્થી છે નથી ક્યાંયે સાચો પ્રેમ
જગતે જે જોયા ના કદિ સદા એ પ્રેમ સ્તોત્ર વહે

જુઓ આ જ્ઞાનીના હૃદયે અઘટવધ પ્રેમ અંતર લહે
જુઓ આ જ્ઞાનીના હૃદયે અઘટવધ પ્રેમ અંતર લહે
જગતનો પ્રેમ સ્વાર્થી છે નથી ક્યાંયે સાચો પ્રેમ
બીજો સંસારે અદભૂત પ્રેમ દિસે માતાનો પુત્ર તરફ

જગતમાં જોટો ન જડે માતૃત્વ પ્રેમના તોલે
જગતમાં જોટો ન જડે માતૃત્વ પ્રેમના તોલે
જગતનો પ્રેમ સ્વાર્થી છે નથી ક્યાંયે સાચો પ્રેમ
છતાં યે ઘટવધ થાય માતૃત્વ રિલેટીવ રૂપ
છતાં યે ઘટવધ થાય માતૃત્વ રિલેટીવ રૂપ
જ્યાં પ્રગટે પરમાતમ પ્રેમ ત્યાં હીણા સાપેક્ષ પ્રેમ