dada bhagwan na bhuto na bhavishyati şarkı sözleri
ના ભૂતો ના ભવિષ્યતિ
ન ભૂતો ન ભવિષ્યતિ આ દાદો પાક્યો કળિકાળે
મહાપુણ્યૈ પ્રગટ થયે પામી પાંચ આજ્ઞા નિત પાળે
ભટકતા લાખો લોકો વળ્યા આ કાળે મોક્ષમાર્ગ ભણી
કૃપા અહો અહો તારી વરસી અમ પર ઘણી
જગત અટવાયું ક્રિયામાં ભૂલાયું મૂળ આતમ જ્ઞાન
મહાવીર કૃષ્ણે જે બોધ્યું ગીતા આગમ વેદો પ્રમાણ
એટમ બોમ્બો જ્યાં રોજ ફૂટે ત્યાં થયાં પ્યારો ને પ્યારી
જીવન આદર્શમય બન્યું દાદા ! ગજબની બલિહારી
દાદાએ ખોલ્યું મૂળ વિજ્ઞાન ખપીને સ્પીડી ક્રિયાકારી
રિયલ રિલેટીવ પાડ્યું જુદું દુઃખો સહુ દીધા ભગાડી
જગતના ખૂણે ખૂણે ફરી પ્રવર્તાવીશું આત્મ ધરમ
બુદ્ધિના આશયોમાં ભરી દાદા પ્રસારે અક્રમ જ્ઞાન
ન ભૂતો ન ભવિષ્યતિ આ દાદો પાક્યો કળિકાળે
મહાપુણ્યૈ પ્રગટ થયે પામી પાંચ આજ્ઞા નિત પાળે
મહાપુણ્યૈ પ્રગટ થયે પામી પાંચ આજ્ઞા નિત પાળે
પામી પાંચ આજ્ઞા નિત પાળે
પામી પાંચ આજ્ઞા નિત પાળે