dada bhagwan rahasyo bhareli shrushti şarkı sözleri
રહસ્યો ભરેલી સૃષ્ટિ દેખાય છે
રહસ્યો ભરેલી સૃષ્ટિ દેખાય છે
રહસ્યો ભરેલી સૃષ્ટિ દેખાય છે
રહસ્યો ના ઉકલે ચામડાની આંખે
મન મૂંઝાય દાદા યાદ આવે આજે
સૃષ્ટિ રહસ્યોને એ જ એક ઉકલે
જોઈએ આજે
દાદાની આંખે
જોઈએ આજે
દાદાની આંખે
મશીનોની દુનિયા મનુષ્યો ચલાવે
સરસ મજાનું નવું નવું એ તો બનાવે
મશીનોની દુનિયા મનુષ્યો ચલાવે
સરસ મજાનું નવું નવું એ તો બનાવે
પણ ફેરફારો કુદરતામાં જે આંખો આંજે
મનુષ્યો ત્યાં છે નહીં તો કોણ એ કરાવે
જોઈએ આજે
દાદાની આંખે
જોઈએ આજે
દાદાની આંખે
આ સાગરના પાણી સૂરજના કિરણોને મળતા
આ સાગરના પાણી સૂરજના કિરણોને મળતા
અને વરાળ બની જાય વાદળ ઉડે આકાશમાં
હવા તેજ અડે વાદળને પછી ઝરમર પાણી વરસે
એ જ પાણી ખળખળ વહેતું મળે સાગરમાં
અહીં માનવી ક્યાંય નથી
અહીં માનવી ક્યાંય નથી
થાય સંચાલન ક્યાંથી
કોણ કરે આવું શાથી
જોઈએ આજે
દાદાની આંખે
જોઈએ આજે
દાદાની આંખે
પીળું હોય આકાશ સવારે તડકો એમાં લાલ રંગ છાંટે
સિંદુરી આકાશથી સંધ્યા ખીલે સાંજના
સિંદુરી આકાશથી સંધ્યા ખીલે સાંજના
રાતે વાદળી ઘેરો થાયે ટમટમ તારલા ટંકાયે
રાતે વાદળી ઘેરો થાયે ટમટમ તારલા ટંકાયે
ચમચમ ચમકે ચાંદો ત્યારે આકાશમાં
સાત રંગો વાળું ધનુષ
સાત રંગો વાળું ધનુષ
ક્યારે આવે ક્યારે થાય ગુમ
રહસ્ય છે આ તો ગૂઢ
જોઈએ આજે
દાદાની આંખે
જોઈએ આજે
દાદાની આંખે
એક સંજોગનો ધક્કો આવે બીજા સંજોગને આવીને વાગે
આમ ધક્કેધક્કાથી ચાલ્યું છે જગતમાં
સાગરના પાણી ને સૂરજ મળવાથી વરાળ થઈ વાદળ
વાદળાને અડી હવા એમાં વરસી ગયા
જો રાત્રિ હોય કે હોય રણ ન બને વરાળ ન વાદળા
સૂરજ કે પાણી એકલા એમ જ રહી ગયા
સમજી જાઓને માટે
સંજોગો બધું ચલાવે
નહીં ગુનો આવે માથે
જોઈ લો આજે
દાદાની આંખે
જોઈ લો આજે
દાદાની આંખે
કોઈ કર્તા નથી આ જગમાં પોતાના હિસાબો સઘળાં
માટે નિર્દોષ જગત છે સમજી જાઓ સાનમાં
સામાનો જો દોષ કાઢશો તો દુનિયામાં બંધાશો
તેથી માફી માંગી માફ કરી દો આવો ભાનમાં
દાદા મળ્યા મળી નવી દ્રષ્ટિ હવે ફરી ફરી ભૂલો ન કરવી
આ દ્રષ્ટિ વાપરી કાયમ રહો આનંદમાં રહો આનંદમાં
દાદાની દ્રષ્ટિ વાપરી પાપો સૌ નાખો બાળી
કોઈ રોકશે નહીં નિરાંતે પહોંચશો મોક્ષમાં
જોયું મેં આજે
દાદાની આંખે
જોયું મેં આજે
દાદાની આંખે