dada bhagwan re manav satya şarkı sözleri
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
અસત્ માત્ર સર્વની નજરે પડે
અસત્ માત્ર સર્વની નજરે પડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
ખદબદી રહ્યા છો ઠગ ને ઠગાઈમાં
ખદબદી રહ્યા છો ઠગ ને ઠગાઈમાં
શીદ પહોંચ્યો પરમસતની ગહેરાઈમાં
શીદ પહોંચ્યો પરમસતની ગહેરાઈમાં
પરમ તત્વની ઝાંખી તુને ક્યાંથી અડે
પરમ તત્વની ઝાંખી તુને ક્યાંથી અડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
પૂછ આતમને તારા કોની કીધી હાની
પૂછ આતમને તારા કોની કીધી હાની
કોનું દુભવ્યું દીલડું વણજાણે પહેચાની
કોનું દુભવ્યું દીલડું વણજાણે પહેચાની
અન્યના સુખચેન નિંદર શાને હરે
અન્યના સુખચેન નિંદર શાને હરે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
જુગે જુગે જીતતો છતાં કદિ ન જીત્યો
જુગે જુગે જીતતો છતાં કદિ ન જીત્યો
જીતહારની બાજીનો કોયડો કદિ ન પત્યો
જીતહારની બાજીનો કોયડો કદિ ન પત્યો
જીત્યો છતાં પરાભૂતથી શાને લઢે
જીત્યો છતાં પરાભૂતથી શાને લઢે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
જનમથી જ કાં પરણ્યો નિંદાદેવીને
જનમથી જ કાં પરણ્યો નિંદાદેવીને
નિંદા કરી બેઠો માનની આશા સેવીને
નિંદા કરી બેઠો માનની આશા સેવીને
શંકા કુશંકા કેરા કીટમાં શાને સડે
શંકા કુશંકા કેરા કીટમાં શાને સડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
છોડ આ નીકળ સંસાર જાળ બહાર
છોડ આ નીકળ સંસાર જાળ બહાર
દાદાના સુચરણોમાં સુમંગળ સવાર
દાદાના સુચરણોમાં સુમંગળ સવાર
આતમની ઓળખ દાદા કને કાં ન કરે
આતમની ઓળખ દાદા કને કાં ન કરે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
અસત્ માત્ર સર્વની નજરે પડે
અસત્ માત્ર સર્વની નજરે પડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે
રે માનવ સત્ય તુજને ક્યાંથી જડે