dada bhagwan shiv aarti şarkı sözleri

જય શિવમ્ જય શિવમ્ જય શિવમ્ દેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા જય શિવમ્ જય શિવમ્ જય શિવમ્ દેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા સંસારી ચીજ માટે નથી શિવની ભજના શિવ સ્વરૂપ થવા કાજે કર તું ખેવના ગુહ્ય જ્ઞાન ભાષાને સમજે વિરલો અદના અક્રમ વિજ્ઞાનીને દિલની અર્ચના મરતાં સુધી તારી કરું હે પ્રભુ સેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા જય શિવમ્ જય શિવમ્ જય શિવમ્ દેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા જીવમાંથી શિવ થતાં વરે શિવનારી શિવોહં અંતે થતાં બને સ્વરૂપધારી ભ્રાંતિ ભવોભવની ત્યારે જનારી શિવ સ્વરૂપ પર જાઉં વારી વારી જ્ઞાન વિના ન મળે મુક્તિના મેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા જય શિવમ્ જય શિવમ્ જય શિવમ્ દેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા જો તું જીવ તો કર્તા છે શ્રી હરિ જો તું શિવ તો વાત કરી ખરી કર્તાપદ છૂટે તો શિવસ્વરૂપ વર્તાય જ્ઞાન વિના જીવ અંધારામાં અટવાય દોડી જાવ જ્ઞાની પાસે આત્મજ્ઞાન લેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા જય શિવમ્ જય શિવમ્ જય શિવમ્ દેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા શિવ કૃષ્ણના ભેદો ધર્મમાં મિટાવી દ્યો અગ્યારસો વહેંચેલી એક કરાવી દ્યો હિન્દુ ને જૈનોના મતભેદ કઢાવી દ્યો ભાન ભૂલેલાંઓને જ્ઞાનમાં લાવી દ્યો આપ નહીં સંવારો તો હાલ થશે કેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા જય શિવમ્ જય શિવમ્ જય શિવમ્ દેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા કર્તા કોણ સમજે તો કાયમી ઉકેલ છે અકર્તા પદ થતાં પરમ પદ સહેલ છે શિવસ્વરૂપ એટલે જ કલ્યાણકારી જ્ઞાનીની કૃપા મળ્યે શિવોહંની સવારી પ્રભુ પણ વશ વર્તે શિવ હોય એવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા જય શિવમ્ જય શિવમ્ જય શિવમ્ દેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા ભવોભવની ભાવના બનાવે કલ્યાણ રૂપ પારકાંના દુ:ખો નિવારવામાં તદ્ રૂપ ન મળે હાર કે મુગટ સિંહાસન શિવ સ્વરૂપ જમાવે સહુના હૃદયાસન સ્વ પર કલ્યાણી બને સર્વે શિવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા જય શિવમ્ જય શિવમ્ જય શિવમ્ દેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા જય શિવમ્ જય શિવમ્ જય શિવમ્ દેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા જય શિવમ્ જય શિવમ્ જય શિવમ્ દેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા જય શિવમ્ જય શિવમ્ જય શિવમ્ દેવા આરતી ઉતારું તારી તું છે મહાદેવા
Sanatçı: Dada Bhagwan
Türü: Belirtilmemiş
Ajans/Yapımcı: Belirtilmemiş
Şarkı Süresi: 5:16
Toplam: kayıtlı şarkı sözü
Dada Bhagwan hakkında bilgi girilmemiş.

Fotoğrafı