dada bhagwan vishwa na rahasyo (ap 14-02) şarkı sözleri
વિશ્વના રહસ્યો જ્ઞાની ખોલે અહીં
વિશ્વના રહસ્યો જ્ઞાની ખોલે અહીં
વિશ્વના રહસ્યો જ્ઞાની ખોલે અહીં
ન ભૂતો ન ભવિષ્યે આવા જ્ઞાની કહીં
છ તત્ત્વોના ગુહ્ય મૌલિક ફોડ
છ તત્ત્વોના ગુહ્ય મૌલિક ફોડ
આપ્તવાણી ચૌદમી આ અજોડ
વિશ્વના રહસ્યો જ્ઞાની ખોલે અહીં
છ તત્ત્વોની અનાદિની ભાગીદારી
છ તત્ત્વોની અનાદિની ભાગીદારી
ન કોઈ કહી શકે વધુ મારી કે તારી
ન કોઈ કહી શકે વધુ મારી કે તારી
ગતિ સ્થિતિ સહાયે હેરાફેરી
ગતિ સ્થિતિ સહાયે હેરાફેરી
આકાશ કહે ભાગમાં જગા મેરી
વિશ્વના રહસ્યો જ્ઞાની ખોલે અહીં
કાળનો વહીવટ જડનો માલ
કાળનો વહીવટ જડનો માલ
ચેતન નિરીક્ષક પણ કરી ધમાલ
ચેતન નિરીક્ષક પણ કરી ધમાલ
બની બેઠો માલિક તૂટી પાળ
બની બેઠો માલિક તૂટી પાળ
જ્ઞાની લાવે ઠેકાણે એ જ કમાલ
વિશ્વના રહસ્યો જ્ઞાની ખોલે અહીં
વિશ્રસા પ્રયોગસા મિશ્રસા
વિશ્રસા પ્રયોગસા મિશ્રસા
સમજાવી સહજમાં પરમાણુ દશા
સમજાવી સહજમાં પરમાણુ દશા
ક્રિયાવતી શક્તિ માત્ર પુદ્ગલ તણી
ક્રિયાવતી શક્તિ માત્ર પુદ્ગલ તણી
કલ્પે ચેતન પુદ્ગલી ચિતરામણી
તીર્થંકરી વિજ્ઞાન પ્રગટ્યું દાદા થકી
તીર્થંકરી વિજ્ઞાન પ્રગટ્યું દાદા થકી
ચૌદમી આપ્તવાણી જગ ચરણે મૂકી
વિશ્વના રહસ્યો જ્ઞાની ખોલે અહીં