darshan jayswal jay adhya shakti aarti şarkı sözleri
જય આધ્યા શક્તિ, મા જય આધ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યા માં,
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
દ્વીતિયા બેઉ સ્વરૂપ, શિવ શક્તિ જાણુ મૈયા..
બ્રહ્મા ગણપતિ ગાએ (૨), હર ગાએ હર માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવન માં બેઠા મૈયા..
ત્રયા થકી તરવેણી (૨), તમે તરવેણી માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યા મૈયા..
ચાર ભુજા ચૌ દીશા (૨), પ્રગટ્યા દક્ષિણ માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ પદ્મા મૈયા..
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨), પંચે તત્વો માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ષષ્ટી તું નારાયણી, મહીષાસૂર માર્યો મૈયા...
નર-નારી ના રૂપે, વ્યાપ્યા સઘળે માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી મૈયા...
ગૌ ગંગા ગાયત્રી (૨), ગૌરી ગીતા માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા મૈયા
સુનીવર મૂનીવાર જનમ્યા (૨), દેવ દૈત્યો માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા મૈયા...
નવરાત્રિ ના પૂજન, શિવરાત્રી ના અર્ચન, કીધા હર બ્રહ્મા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
દશમી દશ અવતાર, જય વિજીયા દશમી મૈયા
રામે રામ રમાડ્યા (૨), રાવણ રોળ્યો મા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
એકાદશી અગીયારસ, કાત્યાયની કામા મૈયા
કામ દુર્ગા કાલિકા (૨), શ્યામા ને રામા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
બારસે બાળા રૂપ, બહુચર અંબા માં મૈયા
બટુક ભૈરવ સોહિયે , કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા મૈયા
બ્રહ્મા-વિષ્ણુ-સદાશિવ, ગુણ તારા ગાતા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા મૈયા..
ભાવ-ભક્તિ કંઇ આપો, ચતુરાઈ કંઇ આપો, સિંહ-વાહીની માતા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા મૈયા...
વશિષ્ટ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઇ શુભ કવિતા
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં મૈયા..
સવંત સોળે પ્રગટ્યા (૨), રેવા ને તીરે, હર ગંગાને તીરે,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ત્રંબાવટી નગરી, આઈ રૂપાવતી નગરી, માં .મંછાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, માં દયા કરો ગૌરી,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
શિવશક્તિ ની આરતી, જે કોઈ ગાશે, માં જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્વામી (2) સુખ-સંપતી થાશે, હર કૈલાશે જાશે,
માં અંબા દુઃખ હરશે,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો મૈયા..
ભોળા ભવાની ને ભજતા, ભોળા અંબા માં ને ભજતા,
ભવસાગર તરશો,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ભાવ ન જાણુ, ભક્તિ ન જાણુ, નવ જાણુ સેવા મૈયા...
વલ્લભ ભટ્ટ ને આપી, એવી અમને આપો તમ ચરણોની સેવા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
માં નો મંડપ લાલ-ગુલાલ, શોભા અતિ સારી મૈયા..
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચર બાળી, મૈયા જય પાવાગઢ વાળી. મૈયા જય આરાસુર વાળી
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે

