ishrat kalavant shiv jevo prem şarkı sözleri
નજરે નજરો મળી છે
પ્રેમ ની આ ઘડી છે
જન્મો ની આ પ્રિત છે
તારા હોવાથી મારી જીત છે
દિલ ની આ વાત છે
જે કહી ના શકુ
મન ની આ વાત છે
જે કહી ના શકુ
રેહવા દે મને કેહવા દે
તને હું કહું
શિવ જેવો પ્રેમ , શિવ જેવો પ્રેમ
શિવ જેવો પ્રેમ , હું કરું
શિવ જેવો પ્રેમ , શિવ જેવો પ્રેમ
શિવ જેવો પ્રેમ , હું કરું
મન નો હું ભોળો પણ દિલ નો સાફ
ક્યાંક ભૂલ કરું તો મને કરજે માફ
તારો પ્રેમ મળે તો ન્યાલ હું થઈ જઉ
ના તુ મળે તો બેહાલ હું થઈ જઉ
હું રંક છું તુ મહેલો મા રેહનારી
હું સાધારણ તોય મને પ્રેમ કરનારી
ઘા તને વાગે લોહી ની કંકાવટી બનું
રાહ પર ચાલે તો હું પગદંડી બનું
આંખો ઉભરાય આજ તારી યાદ મા
લખું તારા માટે હું આ કાળી રાત મા
કોઈ મને સમજે નહીં કોને કહું
તારા વિના હું એક પળ ના રહુ
આ મારું દિલ પ્રેમ છે રજુ
છોડી દઉ તને એવું મારું ક્યાં ગજુ
તને મારા જેવો પ્રેમ કોઈ નઈ કરે
તારી યાદ માં Swaggy મરે
માદળિયું બાંધો ક્યાંક ભારે નજરો તમને લાગી જાય ના ,
સુખ નો સૂરજ ઉગે મારો જે દી તુ મારી થાય હા
પ્રેમ ની આ આગ છે મારા ગીત નો તુ રાગ છે
સ્પર્શ ની તારા અસર જે કરે મને અમર
તને કેહવુ છે ના રેહવું છે તારા વગર
શિવ જેવો પ્રેમ , શિવ જેવો પ્રેમ
શિવ જેવો પ્રેમ , હું કરું
શિવ જેવો પ્રેમ , શિવ જેવો પ્રેમ
શિવ જેવો પ્રેમ , હું કરું

